PM મોદી 17 સપ્ટેમ્બરે Semicon India 2026નું ઉદ્ઘાટન કરશે, વૈશ્વિક CEO સાથે રાઉન્ડટેબલ પણ યોજાશે
નવી દિલ્હીમાં 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર Semicon India 2026માં વૈશ્વિક સેમીકન્ડક્ટર કંપનીઓ, સરકાર અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગ લેશે. ભારત પોતાની ચિપ મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના તબક્કામાં છે.

ભારતના સેમીકન્ડક્ટર ક્ષેત્રને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં Semicon India 2026ની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય કાર્યક્રમમાં વૈશ્વિક સેમીકન્ડક્ટર કંપનીઓના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, રાજ્યો અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગ લેશે. કાર્યક્રમ પહેલાં વડાપ્રધાન વૈશ્વિક કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠકની અધ્યક્ષતા પણ કરશે.
17થી 19 સપ્ટેમ્બર સુધી કાર્યક્રમ
Semicon India 2026નું આયોજન 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં કરવામાં આવશે. આ વર્ષની થીમ ‘Silicon to Systems: Building the Ecosystem’ રાખવામાં આવી છે.ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ ભારતના સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં ચાલી રહેલા રોકાણ, ઉત્પાદન, ડિઝાઇન અને સપ્લાય ચેઇન વિકાસને રજૂ કરશે.
ISM હેઠળ 12 પ્રોજેક્ટ મંજૂર
India Semiconductor Missionની પ્રથમ તબક્કાની યોજના હેઠળ અત્યાર સુધી 12 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેમાંના 3 પ્રોજેક્ટમાં વ્યાપારી ઉત્પાદન શરૂ થઈ ગયું છે, જ્યારે વધુ કેટલાક પ્રોજેક્ટ વર્ષના અંત સુધી ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે. સરકારે તાજેતરમાં ISM 2.0ને પણ મંજૂરી આપી છે, જેનો હેતુ દેશમાં વધુ મજબૂત અને સ્થિર સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભું કરવાનો છે.
વૈશ્વિક CEO સાથે બેઠક
Semicon Indiaના મુખ્ય કાર્યક્રમ પહેલાં વડાપ્રધાન વૈશ્વિક સેમીકન્ડક્ટર કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠક કરશે. જોકે, બેઠકમાં કયા મોટા વૈશ્વિક CEO હાજર રહેશે તેની વિગતો સરકારે જાહેર કરી નથી. કાર્યક્રમમાં જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર, જર્મની, નેધરલેન્ડ્સ અને અમેરિકાની ભાગીદારી રહેવાની અપેક્ષા છે.
સ્ટાર્ટઅપ અને સંશોધનને પણ ટેકો
સરકાર સેમીકન્ડક્ટર ડિઝાઇન અને સંશોધન માટે 332થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને 105 સ્ટાર્ટઅપ્સને ડિઝાઇન ટૂલ્સ ઉપલબ્ધ કરાવી રહી છે.
Also Read

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું



